top of page
Follow "Dailyscience.360"
  • Facebook Social Icon

Archive

Recent Posts

ઉત્તમ છે મધ, જાણો તેના પ્રયોગ...

  • hardypanchal2013
  • Jul 25, 2015
  • 2 min read

મધ આપણે રોજીંદી જીંદગીમાં વાપરતા હોઈએ છીએ. મધ ફ્રક્ટોઝ, ગ્લૂકોઝ, સુક્રોઝ, માલ્ટોઝ વગેરે શર્કરાઓનું મિશ્રણ છે. તેમાં 75 ટકા શર્કરા હોય છે. તે ઉપરાંત મધમાં પ્રોટીન, એલબ્યૂમિન,વસા, એન્જાઈમ, એમીનો એસિડ, કાર્બોહાઈડ્રેટ્સ, આયોડિન, લોહ, તાંબુ, મેંગનીઝ, સોડીયમ,ફોસ્ફોરસ, કેલ્શિયમ, ક્લોરિન જેવા ઉપયોગી ખનીજ-લવણોની સાથે જ બહુમૂલ્ય વિટામીન-રાઈબોફ્લેવિન, વિટામીન એ, બી-1, બી-3, બી-5, બી-6, બી-12 તથા વિટામીન સી, વિટામીન એચ પણ જોવા મળે છે.એનો ઉપયોગ આપણે સ્વાસ્થ્ય માટે અને સુંદરતા માટે અવારનવાર કરતાં હોઈએ છીએ. આજે તેના હટકે ઉપાયો બતાવવામાં આવ્યાં છે ચાલો જાણીએ.

  • વજન ઓછું કરવા માટે પણ મધ એક અચૂક નુસખો છે. જ્યાં પણ શુગર ઉપયોગ કરો છો ત્યાં મધનો ઉપયોગ કરો. વજન ખૂબ જ ઝડપથી નિયંત્રણમાં આવી જશે.

  • એક ચમચી મધમાં એક ચતુર્થાંસ ચમચી પાણી મેળવીને આ મિશ્રણને સારી રીતે મિશ્ર કરીને શેમ્પૂ કરતા પહેલા વાળમાં લગાવો. થોડીવાર પછી વાળને સારી રીતે ધોઈ લો. વાળ ખૂબ જ સિલ્કી અને શાઈની થઈ જશે.

  • મધ વિનેગર અને પાણી ત્રણેયને સરખી માત્રામાં મેળવીને છોડ ઉપર ઉપયોગ કરો. આ એક કુદરતી કીટનાશનના રૂપમાં કામ કરે છે.

  • જો ક્યાંક પાર્ટીમાં જવાનું હોય અને પિમ્પલ્સ થઈ ગયા હોયતો થોડુ મધ લઈને પિમ્પલ ઉપર લગાવો. અડધા કલાક માટે તેને લગાવીને રહેવા દો , પછી ધોઈ લો, પિમ્પલ બેસી જશે.

  • જો કફની સમસ્યા હોય તો એક ચમચી મધમાં લીંબુનો રસ તથા થોડુ કોકોનટ ઓઈલ મેળવીને લેવાથી ખૂબ જ લાભ થાય છે.

  • શુગર ફ્રીની જગ્યાએ ડાયાબિટીસ લોકો ભોજનમાં મધનો ઉપયોગ કરવો જોઈએ, કારણ કેમધ બ્લડ સુગરના લેવલને ઓછું કરે છે.

  • શરીરમાં ક્યાંક વાગી ગયું હોય કે ઘાવ પડ્યો હોય તો એન્ટિબાયોટિક ક્રીમની જેમ જ મધનો ઉપયોગ કરી શકાય છે. કારણકે મધ એક કુદરતી એન્ટિબાયોટિક છે. રોજ ઘાવ ઉપર તેને લગાવવાથી ઘાવ ઝડપથી ભરાઈ જાય છે.

  • જો ક્યાંક દાઝી ગયા હોવ તો દાઝેલી જગ્યા પર મધ લગાવો. જેથી તેનું નિશાન નહીં રહે.

  • જો તમે આખા શરીરની ત્વચાને એકદમ સાફ કરવા માગતા હોવ તો ત્રણ ચમચી મધમાં બે ચમચી ઓલીવ ઓઈલ મેળવીને નહાવાના પાણીમાં મેળવો. તે તમારી સ્કિનને નેચરલી મોઈશ્ચરાઈઝ કરી દેશે. સ્કિન ગ્લો થવા લાગશે.

  • તણાવને દૂર કરવાનો બેસ્ટ ઓપ્શન છે. જ્યારે ખૂબ જ તણાવ લાગી રહ્યો હોય તો ચામાં એક ટીપુ મધ નાખીને પીવો. રિલેક્શ થઈ જશો.

  • હેંગઓવર થઈ જાઓ તો બ્રેકફાસ્ટમાં મધ લગાવેલ ટોસ્ટ ખાઓ અને ચામાં પણ મધ નાખીને પીવો. તેનાથી શરીરનું મોટાબોલિઝમ તેજ થઈ જાય છે. જેના કારણે આલ્કોહોલની અસર ઓછી થઈ જાય છે.

  • બે ટીપા મધ હથેળીમાં લઈને એટલું જ નવશેકુ પાણી મેળવો. તેને બંને હાથમાં સારી રીતે મેળવો અને ચહેરા ઉપર ક્લોકવાઈઝ મસાજ કરો. થોડીવાર લગાવીને રહેવા દો, પછી ચહેરો સાફ પાણીથી ઘોઈ લો. આ નેચર ફેશ વોશ બની જશે. ચહેરો ચમકવા લાગશે.

  • બદામનું તેલ, બેસ વેક્સ અને મધ, ત્રણેયને મેળવીને તમે પણ લિવ બામ તૈયાર કરી શકો છો.


 
 
 

Comments


    Like what you read? Share now and help me provide fresh news and analysis for my readers.   

bottom of page